Privacy Policy - GU 🇮🇳

a clinical study for people with

ulcerative colitis

ગોપનીયતા નીતિ


અસરકારક તારીખ: 1 લી જાન્યુઆરી 2020 નોટિસ સંસ્કરણ: 1.0

આ દસ્તાવેજ અમારી વેબસાઇટ cessa-uc.com ની ગોપનીયતા સુચનાને સંચાલિત કરે છે. તે વર્ણવે છે કે કેવી રીતે ક્રિસ્ટકોટ એચસીએ એલએલસી. (“ક્રિસ્ટકોટ”, “સેસા”, “સેસા-યુસી” અથવા “વેબસાઇટ” તરીકે ઓળખાતી), જ્યારે તમે આ વેબસાઇટનો ઉપયોગ કરો છો ત્યારે સેસા-યુસી વેબસાઇટના માલિક અને પ્રચાલક, કોઈપણ “પર્સનલ ડેટા” મતલબ "વ્યક્તિગત માહિતી" નો ઉપયોગ અને સુરક્ષા કરે છે.

કૃપા કરીને અમે તમારી વ્યક્તિગત માહિતીને કેવી રીતે એકત્રિત કરીએ છીએ, તેનો ઉપયોગ કરીશું, સુરક્ષિત કરીએ છીએ અથવા અન્યથા હેન્ડલ કરીએ છીએ તેની સ્પષ્ટ સમજ મેળવવા માટે અમારી ગોપનીયતા સુચના કાળજીપૂર્વક વાંચો.

અમે આ પૃષ્ઠને અપડેટ કરીને સમયાંતરે આ ગોપનીયતા સુચનાને બદલી શકીએ છીએ. તમારે કોઈપણ ફેરફારો સાથે સંમત છો તેની ખાતરી કરવા માટે તમારે આ પૃષ્ઠને સમય સમય પર તપાસવું જોઈ

આ નીતિ સંબંધિત પ્રશ્નો અને ટિપ્પણીઓ માટેની સંપર્ક માહિતી આ છે: reserach@cessa-uc.com.

અમારી ગોપનીયતા સુચનામાં આવરાયેલ મુદ્દાઓ

તમારા અધિકારો

અમે કઈ વ્યક્તિગત માહિતી એકત્રિત કરીએ છીએ?

અમે તમારી માહિતીનો ઉપયોગ કેવી રીતે કરીએ?

તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરવા માટેની ભુમિકા

અમે તમારી માહિતીને કેવી રીતે સુરક્ષિત કરીએ છીએ?

તમારી વ્યક્તિગત માહિતીને જાળવી રાખવી અને તેને નષ્ટ કરવી

માહિતી પ્રકાશિત કરવાની કાયદેસર જરૂરિયાત

ઉત્તરાધિકારીઓ માટે પ્રગટીકરણ

તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરવા બદલ તમારી સંમતિ રદ કરવી

આંતરરાષ્ટ્રીય ડેટા સ્થાનાંતરણ અને સંગ્રહ

વેબ બીકન્સ

ગુગલ એડ અને સામગ્રી નેટવર્ક ગોપનીયતા સુચના

ગુગલ એનાલિટિક્સ ગોપનીયતા સુચના

ગુગલ રિમાર્કેટિંગ

ફેસબુક રિમાર્કેટિંગ

તમારી વ્યક્તિગત માહિતી વિશે અમારો સંપર્ક કરો

સેટિંગ્સને ટ્રેક કરશો નહીં

તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ

COPPA (ચિલ્ડ્રન ઓનલાઇન ગોપનીયતા સુરક્ષા અધિનિયમ)

અમારી ગોપનીયતા નીતિ વિશે પ્રશ્નો

તમારા અધિકારો
જ્યારે અમારી વેબસાઇટનો ઉપયોગ કરી રહ્યા હોય અને અમને વ્યક્તિગત માહિતી સબમિટ કરો ત્યારે, તમને જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન (જીડીપીઆર) અને અન્ય કાયદા હેઠળ ચોક્કસ અધિકાર હોઈ શકે છે. તમારી વ્યક્તિગત માહિતીની પ્રક્રિયા કરવાના કાનુની આધારે, તમારી પાસે નીચેના કેટલાક અથવા બધા અધિકાર હોઈ શકે છે:

જાણ કરવાનો અધિકાર

અમે તમારી પાસેથી એકત્રિત કરેલા વ્યક્તિગત માહિતી, અને અમે તેની પ્રક્રિયા કેવી રીતે કરીએ છીએ તેના વિશે માહિતગાર કરવાનો તમને અધિકાર છે.

પહોચનો અધિકાર

તમારી પાસે પુષ્ટિ મેળવવાનો અધિકાર છે કે તમારી વ્યક્તિગત માહિતી પર પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને તમારી વ્યક્તિગત માહિતીની પહોચની સમર્થતા છે.

સુધારવાનો અધિકાર

જો તમારી વ્યક્તિગત માહિતી અચોક્કસ અથવા અપૂર્ણ છે તો તેને સુધારવાનો અધિકાર છે.

ભૂંસી નાખવાનો અધિકાર (ભૂલી જવાનો અધિકાર)

જો અમારી પાસે તેના પર પ્રક્રિયા કરવાનું ચાલુ રાખવા માટે કોઈ મજબુત કારણ ન હોય તો તમારી વ્યક્તિગત માહિતી દુર કરવા અથવા કાઢી નાખવાની વિનંતી કરવાનો અધિકાર છે.

પ્રક્રિયાને નિયંત્રિત કરવાનો અધિકાર

તમને તમારી વ્યક્તિગત માહિતીની પ્રક્રિયાને ‘અવરોધિત’ કરવાનો અથવા નિયંત્રિત કરવાનો અધિકાર છે. જ્યારે તમારી વ્યક્તિગત માહિતીને નિયંત્રિત કરવામાં આવે છે, ત્યારે અમને તમારી માહિતી સંગ્રહિત કરવાની મંજૂરી છે, પરંતુ વધુ પ્રક્રિયા કરવાની નહીં.

ડેટા પોર્ટેબીલીટી (માહિતી સુવાહ્યતા) નો અધિકાર

તમને વિનંતી કરવાનો અને તમારી વ્યક્તિગત માહિતીને મેળવવાનો અધિકાર છે જે તમે અમને પ્રદાન કર્યો છે અને તેનો ઉપયોગ તમારા પોતાના હેતુઓ માટે કરો છો. અમે તમારી વિનંતીના 30 દિવસની અંદર તમને તમારી માહિતી પ્રદાન કરીશું. તમારી વ્યક્તિગત માહિતીની વિનંતી કરવા માટે, કૃપા કરીને આ ગોપનીયતા સુચનાની ટોચ પરની માહિતીનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

વાંધો લેવાનો અધિકાર

નીચેના કારણોસર તમારી વ્યક્તિગત માહિતીની પ્રક્રિયા કરવામાં તમને વાંધો લેવાનો અધિકાર છે:

પ્રક્રિયા કાયદેસરના હિતો અથવા જાહેર હિતના કાર્યની કામગીરી/સત્તાવાર અધિકારના પાલન (પ્રોફાઇલિંગ સહિત) પર આધારિત હતી;

· ડાયરેક્ટ માર્કેટિંગ (પ્રોફાઇલિંગ અર્થાત રૂપરેખા સહિત);

· પ્રક્રિયા વૈજ્ઞાનિક/ઐતિહાસિક સંશોધન અને આંકડાકીય હેતુ માટે હતી.

· સ્વચાલિત વ્યક્તિગત નિર્ણય લેવાનો અને પ્રોફાઇલિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

· અધિકારીઓ પાસે ફરિયાદ નોંધાવવી.

જો તમારી માહિતીને જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશનના પાલન અનુસાર પ્રક્રિયા કરવામાં આવી નથી, તો દેખરેખ રાખનાર અધિકારીઓ પાસે ફરિયાદ કરવાનો અધિકાર છે. જો દેખરેખ રાખનાર અધિકારીઓ તમારી ફરિયાદને યોગ્ય રીતે નિવારણ કરવામાં નિષ્ફળ જાય, તો તમારી પાસે ન્યાયિક ઉપાય કરવાનો અધિકાર હોઈ શકે છે.

અમે કઈ વ્યક્તિગત માહિતી એકત્રિત કરીએ છીએ?

જ્યારે તમે અમારી વેબસાઇટની મુલાકાત લો છો ત્યારે અમે તમારી પાસેથી માહિતી એકત્રિત કરતા નથી. ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરવા અથવા અમારી વેબસાઇટ પર માહિતી દાખલ કરવા જેવી અમે કોઈ ઓર્ડર આપવાની રીત ઓફર કરતા નથી. અમારી વેબસાઇટ પર કોઈ ફોર્મ અથવા સંપર્ક ઇનપુટ ફીલ્ડ્સ નથી. આ ઇરાદાપૂર્વક છે. તમારા કોમ્પ્યુટર પરના આઇપી સરનામાં દ્વારા ઇન્ટરનેટના તમારા ઉપયોગ સાથે એકત્રિત કરેલ બિન-વ્યક્તિગત રૂપે ઓળખાયેલી માહિતી નીચે વર્ણવેલ છે. આમાં તૃતીય પક્ષો દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતીનો સમાવેશ થાય છે જ્યારે તમે અમારા સહિતની વેબસાઇટ્સની મુલાકાત લો છો.

જ્યારે તમે અમારી વેબસાઇટ બ્રાઉઝ કરો છો, ત્યારે અમે હોસ્ટિંગ સર્વર્સ દ્વારા રજીસ્ટર થયેલ ટ્રાફિક ડેટા પ્રાપ્ત કરી શકીએ છીએ, કૂકીઝ જે કેટલીક વ્યક્તિગતરૂપે ઓળખી ન શકાય તેવી માહિતી અને તમારા કોમ્પ્યુટરનો ઇન્ટરનેટ પ્રોટોકોલ (આઈપી) સરનામું શેર કરી શકે છે. અમે ગુગલ એનાલિટિક્સ જેવા ટ્રાફિક વિશ્લેષણ માટે અન્ય બાહ્ય સેવાઓ દ્વારા આપવામાં આવતી માહિતીનો પણ ઉપયોગ કરી શકીએ છીએ.

અમે તમારી માહિતીનો ઉપયોગ કેવી રીતે કરીએ?

અમે નીચેના મુખ્ય હેતુઓ માટે તૃતીય પક્ષો, જેમ કે ગુગલ એનાલિટિક્સ પાસેથી એકત્રિત કરીએ છીએ તે વ્યક્તિગત રીતે ઓળખી ન શકાય તેવી માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ:

·  વેબસાઇટને સંચાલિત કરવા અને તેના પર વર્ણવેલ માહિતી પ્રદાન કરવા માટે.

·  અમારી વેબસાઇટ અને પ્રદાન કરેલી માહિતીની ગુણવત્તામાં સુધારો કરવા માટે.

·  આંતરિક રેકોર્ડ રાખવા અને આંકડાકીય હેતુઓ માટે.

તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરવા માટેની ભુમિકા

અમે તમારા વિશે જે માહિતી એકત્રિત કરીએ છીએ અને સંગ્રહિત કરીએ છીએ તે મુખ્યત્વે તમને માહિતી પ્રદાન કરવા માટે અમને સક્ષમ કરવા માટે વપરાય છે.

આનુષંગિકો અને અન્ય તૃતીય પક્ષો સાથે માહિતી શેર કરવી

અમે અમારા વપરાશકર્તાઓ વિશેની કોઈપણ બિન-વ્યક્તિગતરૂપે ઓળખી શકાય તેવી મુલાકાતીની માહિતી અથવા વ્યક્તિગત માહિતીને તૃતીય પક્ષોને વેચીશું નહીં, વેપાર કરીશું નહીં અથવા ટ્રાન્સફર કરીશું નહીં.

આમાં એવા અન્ય પક્ષો શામેલ નથી જેઓ અમારી વેબસાઇટ ચલાવવા, અમારો વ્યવસાય ચલાવવા (વકીલો અને તબીબી સંશોધનકારો સહિત) વ્યવસાયિક ભાગીદારો અથવા સંભવિત વ્યાપારી ભાગીદારો અથવા તબીબી અજમાયશ અને ઉદ્યોગોની વ્યવસાયિક કામગીરી જેમ કે અમારી સંપત્તિનું વેચાણ, સંપાદન અથવા મર્જર જેવા કામમાં અમને સહાય કરે છે. તે તમામ પક્ષો આ માહિતીને ગુપ્ત રાખવા અને વ્યક્તિગત માહિતી સુરક્ષાના કાયદા અને નિયમો અનુસાર રાખવા માટે સંમત છે.

કાયદાનું પાલન કરવું, અમારી સ્થળ નીતિઓ લાગુ કરવી અથવા અમારા અથવા અન્યના અધિકાર, સંપત્તિ અથવા સલામતીનું રક્ષણ કરવું તે યોગ્ય છે ત્યારે અમે માહિતી પ્રકાશિત કરી શકીએ છીએ.

જો કે, વ્યક્તિગતરૂપે ઓળખી ન શકાય તેવી મુલાકાતીની માહિતી માર્કેટિંગ, જાહેરાત અથવા અન્ય સમાન ઉપયોગ માટે અન્ય પક્ષોને આપવામાં આવી શકે છે.

અમે તમારી માહિતીને કેવી રીતે સુરક્ષિત કરીએ છીએ?

અમે અમારી વેબસાઇટ પર મુલાકાતીઓ પાસેથી વ્યક્તિગતરૂપે ઓળખી શકાય તેવી માહિતી એકત્રિત કરતા નથી. તમારી બિન-વ્યક્તિગતરૂપે ઓળખી શકાય તેવી મુલાકાતી માહિતી સુરક્ષિત સર્વર્સ અને નેટવર્ક પર સંગ્રહિત છે અને ફક્ત મર્યાદિત સંખ્યામાં વ્યક્તિઓ દ્વારા પહોચ કરી શકાય છે જેમની પાસે આવી સિસ્ટમોના વિશેષ પહોચના અધિકારો છે અને તે માહિતીને ગુપ્ત રાખવી જરૂરી છે.

તમારી વ્યક્તિગત માહિતીની સુરક્ષાને સુરક્ષિત રાખવા માટે ઉદ્યોગ-ધોરણના સુરક્ષા પગલાં અને પ્રમાણીકરણ સાધનોનો ઉપયોગ કરીને અમે અમારી વેબસાઇટ બનાવી છે. અમે અને તૃતીય પક્ષો કે જે અમને સેવાઓ પૂરી પાડે છે, તમારી વ્યક્તિગત માહિતીને સુરક્ષિત રાખવા માટે તકનીકી અને ભૈતિક સુરક્ષા પણ જાળવીએ છીએ. દુર્ભાગ્યે, અમે તમારી વ્યક્તિગત માહિતીની હાનિ અથવા દુરૂપયોગ સામે અથવા તેની પ્રકૃતિના કારણે ઇન્ટરનેટ પર સુરક્ષિત ડેટા ટ્રાન્સમિશનની બાંહેધરી આપી શકતા નથી. અમે તમને તમારી વ્યક્તિગત માહિતીને સુરક્ષિત રાખવા અને અમારી વેબસાઇટની તમારી મુલાકાતથી બિન-વ્યક્તિગતરૂપે ઓળખી શકાય તેવી મુલાકાતી માહિતીને એકત્રિત કરનારા તૃતીય પક્ષો માટેના કેટલાક ઓપ્ટ-આઉટ વિકલ્પોને અનુસરીને કોઈની સાથે શેર ન કરવા ભારપૂર્વક વિનંતી કરીએ છીએ. જ્યારે તમે તેનો ઉપયોગ સમાપ્ત કરો ત્યારે તમારે હંમેશાં બ્રાઉઝરથી લોગઆઉટ કરવું જોઈએ, ખાસ કરીને જો તમે કોઈ જાહેર જગ્યાએ કોમ્પ્યુટરને શેર કરી રહ્યાં છો અથવા તેનો ઉપયોગ કરી રહ્યાં છો.

તમારી વ્યક્તિગત માહિતીને જાળવી રાખવી અને તેને નષ્ટ કરવી

અમે કાનૂની અથવા વ્યવસાયિક હેતુઓ માટે તેની જરૂર હોય ત્યાં સુધી બિન-વ્યક્તિગતરૂપે ઓળખી શકાય તેવી મુલાકાતી માહિતી જાળવીએ છીએ જે અમે તમારી મુલાકાતથી ફક્ત અમારી વેબસાઇટ પર જ એકત્રિત કરીએ છીએ. તમારી માહિતી ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં, કાગળના ફોર્મમાં અથવા બંનેના સંયોજનમાં જાળવી શકાય છે. જ્યારે તમારી માહિતીની જરૂર રહેશે નહીં, અમે તેનો નાશ કરીશું, કાઢી નાખીશું, અથવા ભુંસી કાઢશું.

માહિતી પ્રકાશિત કરવાની કાયદેસર જરૂરિયાત

અમને કાયદેસર રીતે તમારી વ્યક્તિગત માહિતીને જાહેર કરવાની જરૂર પડી શકે છે જો આવી જાહેરાત (a) સબપોએના, કાયદો અથવા અન્ય કાનૂની પ્રક્રિયા દ્વારા જરૂરી હોય; (b) કાયદા અમલીકરણ અધિકારીઓ અથવા સરકારી અમલીકરણ એજન્સીઓને સહાય કરવા માટે જરૂરી હોય; (c) અમારી કાનૂની શરતોનો અમલ કરવા અથવા અન્યથા ઉલ્લંઘનની તપાસ કરવા માટે જરૂરી હોય; (d) કાનૂની કાર્યવાહી અથવા તૃતીય પક્ષોના દાવાઓથી અમને બચાવવા માટે જરૂરી હોય, તમે અને/અથવા અન્ય વપરાશકર્તાઓ અથવા સભ્યો સહિત; અથવા (e) કાનૂની અધિકાર, વ્યક્તિગત/વાસ્તવિક સંપત્તિ અથવા અમારી કંપની, વપરાશકર્તાઓ, કર્મચારીઓ અને આનુષંગિકોની વ્યક્તિગત સલામતીને સુરક્ષિત કરવા માટે જરૂરી હોય.

અનુગામીઓ માટે પ્રગટીકરણ

જો અમારો વ્યવસાય વેચવામાં આવે અથવા સંપૂર્ણ અથવા આંશિક અન્ય વ્યવસાયમાં મર્જ થાય છે જે તમને વેબસાઇટ પ્રદાન કરવા માટે જવાબદાર બનશે, તો અમે તમારી વ્યક્તિગત માહિતીને નવા વ્યવસાયમાં સ્થાનાંતરિત કરવાનો અધિકાર જાળવી રાખીએ છીએ. નવો વ્યવસાય તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ ગોપનીયતા સુચનોની શરતો અનુસાર તેમજ નવા વ્યવસાય દ્વારા સંસ્થાપિત આ ગોપનીયતા સુચનોમાં થયેલા કોઈપણ ફેરફારના અધિકારને જાળવી રાખશે. જો અમારી કંપની નાદારી નોંધાવે અને અમારી કેટલીક અથવા બધી સંપત્તિ અન્ય વ્યક્તિ અથવા વ્યવસાયને વેચાય તો અમે તમારી વ્યક્તિગત માહિતીને સ્થાનાંતરિત કરવાનો અધિકાર પણ જાળવીએ છીએ.

તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરવા બદલ તમારી સંમતિ રદ કરવી

તમારી પાસે કોઈપણ સમયે તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરવા માટે તમારી સંમતિ રદ કરવાનો તમને અધિકાર છે. આવા ઑપ્ટ આઉટ મતલબ છોડી દેવું દ્વારા કાયદા દ્વારા મંજૂરી અપાયેલી જાહેરાતો પર અસર થશે નહીં, પરંતુ મર્યાદિત નહી: (i) આનુષંગિકો અને વ્યવસાયિક ભાગીદારોને કરેલી જાહેરાતો, (ii) તૃતીય-પક્ષ સેવા પ્રદાતાઓની જાહેરાતો કે જે અમારા વ્યવસાય માટે કેટલીક સેવાઓ પ્રદાન કરે છે, જેમ કે કોમ્પ્યુટર સિસ્ટમ સેવાઓ, ડેટા મેનેજમેન્ટ સેવાઓ અને અન્ય જે વેબસાઇટ જાળવવામાં મદદ કરે છે (iii) તમારી વિનંતીઓ પૂર્ણ કરવા માટે તૃતીય પક્ષોને કરવામાં આવતી જાહેરાતો, (iv) સરકારી એજન્સીઓ અથવા કાયદા અમલીકરણ વિભાગોને કરવામાં આવેલી જાહેરાતો અથવા અન્યથા લાગુ કાયદા હેઠળ કરવી જરૂરી હોય, (v) ત્રીજા પક્ષકારો માટે અગાઉ પૂર્ણ થયેલ જાહેરાતો. જો તમે તમારી વ્યક્તિગત માહિતીના અમારા ઉપયોગ માટે તમારી સંમતિને રદ કરવા માંગતા હો, તો તમે આ સુચનાની ટોચ પરની સંપર્ક માહિતીનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરી શકો છો.

આંતરરાષ્ટ્રીય ડેટા સ્થાનાંતરણ અને સંગ્રહ

અમે તમારી વેબસાઇટની તમારી મુલાકાતથી એકત્રિત કરીએ છીએ તે બિન-ઓળખી શકાય તેવી વ્યક્તિગત માહિતી, જેમાં અમે સંચાલન કરીએ છીએ તે કોઈપણ દેશ વચ્ચે, ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટસમાં, સંગ્રહિત, પ્રક્રિયા અને સ્થાનાંતરિત થઈ શકે છે. યુરોપિયન યુનિયનને જીડીપીઆરની કલમ 45 હેઠળ યુનાઇટેડ સ્ટેટ્સને વ્યક્તિગત માહિતીના પૂરતા સ્તરનું રક્ષણ મળ્યું નથી. અમારી કંપની જીડીપીઆરના આર્ટિકલ 49 માં નિર્ધારિત મુજબ, ચોક્કસ પરિસ્થિતિઓ માટેની ગૌરવહિનતા પર નિર્ભર છે. યુરોપિયન યુનિયનના ગ્રાહકો અને વપરાશકર્તાઓ માટે, તમારી સંમતિથી, તમારી વ્યક્તિગત માહિતી યુરોપિયન યુનિયનની બહાર યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થાનાંતરિત થઈ શકે છે. અમે જ્યાં પણ તમારી વ્યક્તિગત માહિતીને સ્થાનાંતરિત, પ્રક્રિયા અથવા સંગ્રહિત કરીશું, અમે તેને સુરક્ષિત કરવા માટે વાજબી પગલાં લઈશું. અમે તમારી પાસેથી એકત્રિત કરેલી માહિતીનો ઉપયોગ અમારી ગોપનીયતા સુચના અનુસાર કરીશું. અમારી વેબસાઇટનો ઉપયોગ કરીને, તમે આ વિભાગમાં વર્ણવેલ તમારી વ્યક્તિગત માહિતીના સ્થાનાંતરણને સ્વીકારો છો.

વેબ બીકન્સ

અમે અમારી વેબસાઇટના તમારા ઉપયોગ વિશેની વ્યક્તિગતરૂપે ઓળખી ન શકાય તેવી માહિતીને એકત્રિત કરવા માટે વેબ બીકન્સ નામની તકનીકનો ઉપયોગ કરી શકીએ છીએ. વેબ બીકન્સ દ્વારા અમે એકત્રિત કરી શકીએ છીએ તે માહિતી અમને અમારા મુલાકાતીઓના વર્તનને આંકડાકીય રીતે નિરીક્ષણ કરવાની મંજૂરી આપશે.

ગુગલ એડ અને કન્ટેન્ટ નેટવર્ક ગોપનીયતા સુચના

ગુગલ સહિત તૃતીય-પક્ષ વિક્રેતાઓ, અમારી વેબસાઇટ પરની વપરાશકર્તાની પાછલી મુલાકાતોના આધારે જાહેરાતો આપવા માટે કૂકીઝનો ઉપયોગ કરે છે. ગુગલ દ્વારા ડબલ ક્લીક કૂકીનો ઉપયોગ તેને અને તેના ભાગીદારોને અમારી સાઇટ અને/અથવા ઇન્ટરનેટ પરની અન્ય સાઇટ્સની મુલાકાતોના આધારે વપરાશકર્તાઓને જાહેરાતો આપવા માટે સક્ષમ કરે છે. વપરાશકર્તાઓ http://www.aboutads.info/choices/ ની મુલાકાત લઈને રુચિ-આધારિત જાહેરાત માટે ડબલ ક્લીક કૂકીના ઉપયોગની પસંદગી કરી શકે છે. યુરોપિયન વપરાશકર્તાઓ માટે http://www.youronlinechoices.eu ની મુલાકાત લો.

ગુગલ એનાલિટિક્સ ગોપનીયતા સુચના

અમારી વેબસાઇટ ગુગલ એનાલિટિક્સનો ઉપયોગ અમારી વેબસાઇટના ઉપયોગ વિશેની માહિતી એકત્રિત કરવા માટે કરી શકે છે. ગુગલ એનાલિટિક્સ વપરાશકર્તાઓ પાસેથી જેમ કે વય, લિંગ, રુચિઓ, વસ્તી વિષયક માહિતી, તેઓ કેટલી વાર અમારી વેબસાઇટની મુલાકાત લે છે, કયા પૃષ્ઠોની મુલાકાત લે છે, અને અમારી વેબસાઇટ પર આવતાં પહેલાં તેઓએ કઈ અન્ય વેબસાઇટ્સનો ઉપયોગ કર્યો છે તે માહિતી એકત્રિત કરે છે. અમે ગુગલ એનાલિટિક્સ દ્વારા મળેલી માહિતીનો ઉપયોગ ટ્રાફિકનું વિશ્લેષણ કરવા માટે, વપરાશકર્તાઓને અમારા ઉત્પાદનો અને સેવાઓનું પુનર્નિર્માણ કરવા, અમારૂં માર્કેટિંગ, જાહેરાત અને અમારી વેબસાઇટને સુધારવા માટે કરી શકીએ છીએ. અમે ગુગલ એનાલિટિક્સ જાહેરાત સુવિધાઓને સક્ષમ કરી શકીએ છીએ જેમ કે ગુગલ એનાલિટિક્સ સાથે ફરીથી માર્કેટિંગ, ગુગલ ડિસ્પ્લે નેટવર્ક ઇમ્પ્રેશન રિપોર્ટિંગ અને ગુગલ એનાલિટિક્સ ડેમોગ્રાફિક્સ અને ઇન્ટરેસ્ટ રિપોર્ટિંગ. ગુગલ એનાલિટિક્સ તમે અમારી વેબસાઇટની મુલાકાત લો તે તારીખે તમને આપેલ ફક્ત IP એડ્રેસ જ એકત્રિત કરે છે, તમારું નામ અથવા અન્ય ઓળખકર્તા માહિતી નહીં. અમે ગુગલ એનાલિટિક્સનો ઉપયોગ કરીને એકત્રિત કરેલી માહિતીને વ્યક્તિગત માહિતી સાથે જોડતા નથી. તેમ છતાં, ગુગલ એનાલિટિક્સ, આગલી વખતે તમે અમારી વેબસાઇટની મુલાકાત લો ત્યારે, એક અનન્ય વપરાશકર્તા તરીકે તમને ઓળખવા માટે તમારા વેબ બ્રાઉઝર પર કાયમી કૂકી મુકશે, કૂકીનો ઉપયોગ ગુગલ સિવાય કોઈ બીજા કરી શકશે નહીં. ગુગલ અમારી વેબસાઇટના ઉપયોગ વિશેની માહિતી એકત્રિત કરવામાં સહાય માટે વિશિષ્ટ ઓળખકર્તાઓનો ઉપયોગ પણ કરે છે. ગુગલ તમારી માહિતીને કેવી રીતે એકત્રિત કરે છે અને પ્રક્રિયા કરે છે તેના વિશે વધુ માહિતી માટે https://www.google.com/policies/privacy/partners/ ની મુલાકાત લો.

તમે ગુગલ એનાલિટિક્સને આ લિંકને પસંદ કરીને તમારી માહિતીનો ઉપયોગ કરવાથી રોકી શકો છો: https://tools.google.com/dlpage/gaoptout.

ગુગલ રિમાર્કેટિંગ

અમારી વેબસાઇટ રિમાર્કેટિંગ જાહેરાત સેવાનો ઉપયોગ કરી શકે છે. ગુગલ અને અન્ય કંપનીઓ દ્વારા પુરી પાડવામાં આવેલી રિમાર્કેટિંગ સેવાઓ ઇન્ટરનેટ પરની વેબસાઇટ્સ પર જાહેરાતો બતાવે છે. રિમાર્કેટિંગ સાથે તમે અગાઉ જોયેલા ઉત્પાદનોની જાહેરાતો જોઈ શકો છો. ઉદાહરણ તરીકે, ધારો કે તમે કોમ્પ્યુટર વેચતી વેબસાઇટની મુલાકાત લીધી છે, પરંતુ તમે તે વેબસાઇટની તમારી પ્રથમ મુલાકાતમાં કોમ્પ્યુટર ખરીદતા નથી. વેબસાઇટના માલિક તમને સાઇટની ફરી મુલાકાત લેવા અને તમે મુલાકાત લો છો તેવી અન્ય વેબસાઇટ્સ પર ફરીથી તમને સરખી, અથવા સમાન જાહેરાત બતાવીને કોમ્પ્યુટર ખરીદવા પ્રોત્સાહિત કરવાનું પસંદ કરી શકે છે. અમે સમાન હેતુઓ માટે ફરીથી માર્કેટિંગનો ઉપયોગ કરી શકીએ છીએ. આવું થાય તે માટે, ગુગલ એક કૂકી વાંચશે જે તમારા બ્રાઉઝરમાં પહેલેથી જ છે, અથવા જ્યારે તમે અમારી સાઇટ અથવા બીજી સાઇટ્સની રિમાર્કેટિંગનો ઉપયોગ કરીને મુલાકાત લો ત્યારે તે તમારા બ્રાઉઝરમાં એક કૂકી મૂકે છે.

તમે આ લિંક પરથી ગુગલના કૂકીઝના ઉપયોગ અને રિમાર્કેટિંગથી બહાર નીકળી શકો છો: https://support.google.com/ads/answer/2662922?hl=en અથવા નેટવર્ક એડવર્ટાઇઝિંગ ઇનિશિયેટિવ ઓપ્ટઆઉટ પૃષ્ઠના ઉપયોગથી તમે અહીથી બહાર નીકળી  શકો છો: http://optout.networkadvertising.org/#!/.

ફેસબુક રિમાર્કેટિંગ

ફેસબુક સહિતના તૃતીય પક્ષો, અમારી વેબસાઇટ અને ઇન્ટરનેટ પર બીજે ક્યાંક માહિતી એકત્રિત કરવા અથવા પ્રાપ્ત કરવા માટે, કૂકીઝ, વેબ બીકન્સ અને અન્ય સ્ટોરેજ તકનીકનો ઉપયોગ કરી શકે છે, અને તે માહિતીનો ઉપયોગ માપન સેવાઓ અને લક્ષ્ય જાહેરાતો પ્રદાન કરવા માટે કરી શકે છે. તમે અમારી સાઇટની મુલાકાત લીધા પછી ફેસબુકના રિમાર્કેટિંગ સાથે તમે ફેસબુક પર અમારી જાહેરાતો જોઈ શકો છો. આવું થવા માટે, ફેસબુક એક કસ્ટમ ઓડિયન્સ પિક્સેલનો ઉપયોગ કરે છે જે જ્યારે કોઈ મુલાકાતી વેબપેજ પર આવે છે ત્યારે સક્રિય થાય છે અને મુલાકાતીઓના બ્રાઉઝરમાં એક અનન્ય "કૂકી" મૂકવામાં આવે છે. ફેસબુક લુકએલાઇક પ્રેક્ષકોને લક્ષ્યીકરણ, અમારા જેવી વેબસાઇટ્સને તે લોકો માટે ફેસબુક પર જાહેરાતો બતાવવાની મંજૂરી આપે છે જેમણે અમારી વેબસાઇટની મુલાકાત લીધી છે. જાહેરાત લક્ષ્યીકરણ માટે ફેસબુકના સંગ્રહ અને માહિતીનો ઉપયોગમાંથી બહાર નીકળવા માટે મુલાકાત લો: https://www.facebook.com/help/568137493302217.

તમારી વ્યક્તિગત માહિતી વિશે અમારો સંપર્ક કરો

તમે આ સુચનાની ટોચ પર રહેલ સંપર્ક માહિતીનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરી શકો છો અને અમે તમારી વ્યક્તિગત માહિતીના ઉપયોગને સમજવામાં તમારી સહાય કરીશું. જો કે, અમારા કરારોને લાગુ કરવા અને કોઈપણ કાનૂની જવાબદારીઓનું પાલન કરવા માટે અમે તમારી વ્યક્તિગત માહિતીને જરૂર મુજબ રાખી શકીએ છીએ.

સેટિંગ્સને ટ્રેક કરશો નહીં

કેટલાક વેબ બ્રાઉઝર્સમાં સેટિંગ્સ હોય છે જે તમને વિનંતી કરવા સક્ષમ કરે છે કે અમારી વેબસાઇટની અંદર તમારી હિલચાલને અમારી વેબસાઇટ ટ્રેક ન કરે. તમે તમારા બ્રાઉઝરના વપરાશકર્તા માર્ગદર્શિકાનો સંદર્ભ આપીને તમારા બ્રાઉઝરમાં ટ્રેકિંગ સુવિધાઓ અને અન્ય સુરક્ષા સેટિંગ્સને બંધ કરી શકો છો.

અમારી ઇમેઇલ નીતિ

અમે તમારું ઇમેઇલ એડ્રેસ એકત્રિત કરતા નથી. અમારા વ્યવસાયના ભાગરૂપે, જ્યાં સુધી તમે આ સુચનાની ટોચ પર સૂચિબદ્ધ સંપર્ક માહિતીનો ઉપયોગ કરીને અમારો સંપર્ક નહીં કરો ત્યાં સુધી અમે ઇમેઇલ દ્વારા તમારો સંપર્ક કરીશું નહીં. જો તમે ઇમેઇલ દ્વારા અમારો સંપર્ક કરો છો તો અમે ફક્ત તમે શરૂ કરેલા સંદેશાવ્યવહારનો જવાબ આપીશું. અમે આ સુચનામાં વર્ણવેલ તમારી વ્યક્તિગત માહિતી રાખવા સંબંધિત નીતિઓને અનુરૂપ તમારા ઇમેઇલ એડ્રેસનો ઉપયોગ કરીશું.

તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ

અમારી વેબસાઇટ નાણાકીય વ્યવહારોની પ્રક્રિયા કરતી નથી.

COPPA (ચિલ્ડ્રન ઓનલાઇન ગોપનીયતા સુરક્ષા અધિનિયમ)

અમે 16 વર્ષથી ઓછી વયના બાળકો પાસેથી જાણી જોઈને વ્યક્તિગત માહિતી એકત્રિત કરતા નથી. જો તમે માતાપિતા અથવા વાલી છો અને માનો છો કે તમારું બાળક અમારી વેબસાઇટનો ઉપયોગ કરી રહ્યું છે, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો. તમે સ્વીકારો છો કે અમે અમારા વપરાશકર્તાઓની વય ચકાસી શકતા નથી કે આમ કરવા માટે અમારી પાસે કોઈ જવાબદારી નથી.

અમારી ગોપનીયતા નીતિ વિશે પ્રશ્નો

જો તમને અમારી ગોપનીયતા નીતિ વિશે કોઈ પ્રશ્નો હોય, તો કૃપા કરીને આ સુચનાની ટોચ પરની માહિતીનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.


હાલમાં વિશ્વભરના નૈદાનિક સંશોધન સ્થળો પર ભરતી કરવામાં આવી રહી છે. તમારી નજીકનું સંશોધન સ્થળ શોધવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો.

GB 4.1.5.3 Cessa flavicon.png
 

Cristcot HCA LLC 9 Damonmill Square, Suite 4A, Concord, MA 01742 USA

ગોપનીયતા નીતિ | વાપરવાની શરતો

અલ્સેરેટિવ કોલાઇટિસવાળા દર્દીઓ માટે ચાલી રહેલ નૈદાનિક રિસર્ચ ટ્રાયલનું નામ સેસા છે. આ વ્યવસાયિકરીતે ઉપલબ્ધ ઉપચાર નથી.

જો તમે આઇબીડી સંબંધિત લક્ષણો અનુભવી રહ્યા હોવ, તો તમારા ગેસ્ટ્રોએંટોરોલોજિસ્ટનો સંપર્ક કરો.